Tuesday, 21 February 2017

This is a Gujrati Sahitya , Gujrati Kavita.. Gujrat Na Kavi Ni kalam ....

આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ -
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?
---------------------------------------------------
મીરા ને એમ હતું કે
ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં..
તો ,,
ઝેરને પણ એમ હતું કે..
એ બહાને કંઠમાં..
કૃષ્ણ નો પ્યાર જોઇ લઉં
---------------------------------------------------
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો,
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી,
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
---------------------------------------------------
તમે ભૂતકાળની
યાદમાં
અને
ભવિષ્યની
ચિંતામાં
ખોવાયેલ હોવ,
ત્યારે જે ધીમેકથી
જતી રહે છે એનું નામ
"જીંદગી"
---------------------------------------------------
વૃક્ષને પાંદડે
નવરો બેઠો પવન
પતંગિયાની પાંખ માંથી ખરતા સમયનો રંગ જોયા કરે છે
ઝરણા સાથે વહ્યા કરતું
વાંકુંચુકું આકાશ
નિરાંતે
અવાજના પરપોટા સાંભળ્યા કરે છે
ખાલીપાનું કોચલું તોડી
એક પળ
જયારે
પાંખ ફફડાવે
ત્યારે માણસ કહે છે
હું busy છું
---------------------------------------------------
ખુશીઓનું માપ નથી હોતું.
ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે
માણી શકો
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ
મજા નથી આવતી
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે...!!!
---------------------------------------------------

No comments:

Post a Comment