Tuesday, 21 February 2017

દિલ ના એક ખૂણા માંથી પ્રસન્ન કરી દે તેવી લાગણી। ...




આ સાંજ રોજ

આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ -
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?



હું માણસ !
હું માણસ ! કેટલી બધી
ધારણાઓ લઇ નીકળ્યો,
એક હાથે કફન,બીજે હાથે
પારણાંઓ લઇ નીકળ્યો.
સવારનો સૂરજ ને રાતના
સિતારાઓ લઇ નીકળ્યો,
એક હાથે તેજ, બીજે હાથે
અંધારાઓ લઇ નીકળ્યો .
સુખની ક્ષણો સારું દુ:ખના
ડુંગળાઓ લઇ નીકળ્યો,
ક્ષણિક જીવતર છતાં અપાર
ઇચ્છાઓ લઇ નીકળ્યો.
ઈશ્વર બનવાનાં કૈં'
શમણાંઓ લઇ નીકળ્યો,
એક હાથે ગીતા, બીજે હાથે
કુરાનો લઇ નીકળ્યો.
માણસાઇને ભૂલી, ભ્રામક
ધારણાઓ લઇ નીકળ્યો,
મરણ પછી પણ સ્વર્ગની
કલ્પનાઓ લઇ નીકળ્યો.
માટીનો પીંડ તોયે મહેલ ને
મિનારાઓ લઇ નીકળ્યો,
હું માણસ! કેટલી બધી
ધારણાઓ લઇ નીકળ્યો.





વૃક્ષ
વૃક્ષમાં જીવ,
વૃક્ષમાં શિવ,
વૃક્ષ તો પ્રભુનું મંદિર !
વૃક્ષ તો શણગાર,
વૃક્ષ તો કિરતાર,
વૃક્ષ તો ઈશનો અવતાર !
પંખીનું ઘર,
પંખીનું ચણ,
વૃક્ષ તો પશુપંખીનું શરણ !
એક એક વૃક્ષ
ઈશ્વરની ભેટ,
વૃક્ષ તો આ સૃષ્ટિ પર શ્રેષ્ઠ !
વૃક્ષને ના કાપ,
એના ગુણોને માપ,
વૃક્ષ તો તારા જીવનનો સાથ !


ગેરસમજ ?


મીંતો બળ્યું અમથું અમથું કીધું,
તમે તો મારાથી મોં ફેરવી લીધું.
અલ્યા મીંતો હસતાં હસતાં કીધું,
તમે તો વાતનું વતેસર કીધું.
તમન મારા તે ગળાના સે હમ,
અાંમ જુઅાં. ડાચું કરાં સીધું
સોરાંની જ્યમ તમે કરાં ના ચારા,
હમજાં મારી વાતન ચ્યમ એવું કીધું.
મારી તે વાતની તમન નહીં પરવા,
હું જ સું ગાંડી: તે તમારું નાંમ લીધું.
લ્યાં અવેથી તમન કાંઇ નંઇ કઉં,
માતાજીના હમ સે : વચન મીં લીધું.
"એવું ના બોલ વાલી ,તેં હાચું કીધું,
વાત સે તારી લાખની,મીં હૈયે લીધું."

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે...
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.
આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.
આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.
આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?
રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ નમણો થાય છે.



કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ...


કોઈ અડ્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીએ ગુલાલ થઈ ગઈ.
શુભ સંદેશા ડાળે ડાળે,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
વાત કરી જ્યાં ઝાકળની ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.



દીકરા સાથે રહેવા મા...

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.


હું તને કેમ ચાહવા લાગી ?


હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.
જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?
ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?
બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.
દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.
વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !
સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !

=================

કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને,

જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને,

માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા,

ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.


No comments:

Post a Comment